મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં ગડત ગામે આંબલી ફળિયામાંથી પસાર થતાં વ્યારા-ઉનાઈ રોડ ઉપર બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો, જોકે આ અકસ્માતમાં સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં ગડત ગામે આંબલી ફળિયામાંથી પસાર થતાં વ્યારા ઉનાઈ રોડ ઉપર ગત તા.05/12/2022નાં રોજ સાંજનાં સમયે ગીરીશભાઈ છનાભાઈ ચૌધરી (રહે.હળદવા ગામ, ચૌધરી ફળિયું, તા.મહુવા) નાએ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/F/0908ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાના કબ્જાની બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક રોડ ઉપર પડી જતા અકસ્માત થયો હતો.
જેમાં ગીરીશભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જયારે પાછળ બેસેલ દિકરો અનિષભાઇને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માતનાં ઈજગ્રત ગીરીશભાઈ ચૌધરી નાને ગડત સરકારી દવાખાને લઈ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે વ્યારા રીફર કરેલ હતા. પરંતુ ગીરીશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થએલ હોવાથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં ત્યાં સારવાર દરમિયાન ગત તા.20/12/2022નાં રોજ વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે ડોલવણ પોલીસે રાજેશભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે તા.13/01/2023નાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500