મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં શિવાજી નગર ગેટ પાસેથી એક ઈંડાની દુકાનમાં વગર પાસ પરમિટે દારૂનું વેચાણ કરતો એક ઈસમ ઝડપાયો છે, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારનાં રોજ સોનગઢ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ઈસમ સોનગઢના શિવાજી નગર ગેટ પાસે I.Y. આમલેટ સેન્ટર નામની ઈંડાની દુકાનમાં દેશી તથા વિદેશી દારૂ રાખી તેનું ચોરી છુપીથી વેચાણ કરે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા દુકાન ઉપર એક ઈસમ હાજર મળી આવેલ હતો જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ઈશ્વરભાઈ શંકરભાઈ જાધવ (રહે.શિવાજી નગર, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ઝડપાયેલ ઈશ્વરભાઈને સાથે રાખી ચેક કરતાં તેના દુકાનનાં અંદર પાછળનાં ભાગે એક મોટો કંતાનનો કોથળામાંથી ભારતીય બનાવટની દેશી અને વિદેશી દારૂની કુલ નંગ 82 બોટલો મળી આવી હતી
જેની કિંમત રૂપિયા 7,050/- હતી. જોકે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રનાં નવાપુર તાલુકાનો લક્કડકોટ ગામનાં બંગલી ફળિયામાં રહેતો સુંદર ભગિયાભાઈ ગામીત પૂરો પાડે છે. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500