મનિષા એસ. સુર્યવંશી/તાપી : નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં પીપલાપાણી ગામના નિશાળ ફળિયામાં રહેતા દિનેશભાઈ શંકરભાઈ વસાવા નાઓ શનિવારના રોજ બપોરે ક્લીનર સ્ટીફનભાઈ પ્રકાશભાઈ વસાવા (રહે.પીપલાપાણી ગામ, તા.સાગબારા, જિ.નર્મદા)નાઓ સાથે સેલ્ટીપાડા ગામે તાપી ડેમના ફુગારાનું પાણી ટ્રેક્ટર નંબર GJ/19/B/2758ની સાથે પાણીનું ટેન્કરમાં પાણી ભરીને જુના સેલ્ટીપાડા ગામની સીમમાં આવેલ બોરદા-ઉકાઈ રોડ ઉપર નવા બાંધકામ ચાલે છે. ત્યાં નવા પુલના બાંધકામ માટે લઈને આવતી વખતે ઢાળ ઉતરતી વખતે ગફલતભરી રીતે હંકારતા ટ્રેક્ટરના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો.
જયારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર તથા તેની સાથે જોડાયેલ પાણીનું ટેન્ટર પલ્ટી ગયું હતું. જોકે ટેન્ટર પલ્ટી જતાં ટ્રેકટર નીચે પડી જતા ચાલક ઉપર ટેકટર આવી જતા માથાના તથા છાતીના ભાગે મૂઢ ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તેમજ ક્લીનર સ્ટીફનભાઈ પ્રકાશભાઈ વસાવાને જમણા પગે ઈજા પહોંચતા સારવાર અપાઈ હતી. બનાવ અંગે શંકરભાઈ મંજીભાઈ વસાવાની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application