Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ગુણસદા ગામે કાર અડફેટે આવતાં યુવકનું સારવાર દરમિયાન મોત, અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ

  • August 06, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ગુણસદા ગામનાં આદર્શનગર સોસાયટીની સામેથી પસાર થતાં ઉકાઈ-સોનગઢ રોડ ઉપર અજાણ્યા કાર અડફેટે આવતાં 22 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં મોટી ખેરવાણ ગામનાં સરપંચ ફળીયામાં રહેતા રાકેશભાઈ દાનકુરભાઈ ગામીત નાંઓના 22 વર્ષીય પ્રિન્સભાઈ ગામીત જેઓ ગત તારીખ 15/07/2023નાં રોજ બાઈક નંબર GJ/26/A/8630ને લઈને ઉકાઈથી સોનગઢ તરફ જતો હતો. તે સમયે ગુણસદા ગામનાં આદર્શનગર સોસાયટી સામેથી પસાર થતાં રોડ ઉપર સામેથી એક કાર નંબર GJ/26/N/8610નાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પ્રિન્સભાઈની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.



જયારે આ અકસ્માત કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપર જ મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે આ અકસ્માતમાં પ્રિન્સભાઈને માથાનાં ભાગે, જમણા પગે તથા મોઢાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર માટે પહેલા સરકારી હોસ્પિટલ સોનગઢ અને ત્યાંથી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે લાવવામાં આવ્યો હતો અને વ્યારાથી પણ વધુ સારવાર અર્થે નિર્મલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રિન્સભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે રાકેશભાઈ ગામીતની ફરિયાદનાં આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ તારીખ 04/08/2023નાં રોજ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application