તાપી જિલ્લાનાં સોનગઢ ખાતેની સબજેલમાં આજરોજ મહે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તાપી જિલ્લાનાં વ્યારાનાં ચેરમેન તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ એન.બી.પીઠવા સાહેબનાં માર્ગદર્શન હેઠળ ‘ઇન્ટરનેશનલ પ્રિઝનર્સ જસ્ટિસ ડે’ નિમિત્તે લીગલ અવરનેસ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, સોનગઢનાં ચેરમેન તથા પ્રિન્સિપાલ સિવિલ જજ અને જે.એમ.એફ.સી., એ.એમ.પાટડીયા સાહેબ નાઓએ સબજેલ સોનગઢનાં કેદીઓને ‘મફત કાનૂની સહાય અને સલાહ’ વિશે વિગતવાર માહિતી તથા અન્ય કાયદાકીય માર્ગદર્શન આપેલ હતું અને જેલના કેદીઓને ‘મફત કાનૂની સહાય અને સલાહ’ યોજના હેઠળ કાનૂની સલાહ કોને કોને મળી શકે તેમજ તેના લાભો લેવા માટે કઈ કચેરીમાં સંપર્ક કરવો પડે તેના માર્ગદર્શન માટે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application