સુરત શહેરમાં આગના વધુ ત્રણ બનાવોમાં બમરોલી રોડ પર એક ડીજીટલ પ્રિન્ટીંગનાં ખાતામાં એ.સી.ના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતા એક યુવાન દાઝી જતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જ્યારે અન્ય બનાવમાં વરાછામાં લંબે હનુમાન રોડ ગુરુવારે મોડી રાત્રે સોડાની દુકાનમાં શોર્ટ સકટથી આગ ભભૂકી અને ઉધના મગદલા ખાતે ફનચર બનાવવાના ગોડાઉનમાં સવારે આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે નાસભાગ થઇ જવા પામી હતી. સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ, બમરોલી રોડ પર કોમલ સર્કલ પાસે ડીજીટલ પ્રિન્ટીંગ ખાતામાં શુક્રવારે બપોરે કામ કાજ ચાલતુ હતું.
તે સમયે ત્યાં એક યુવાન એ.સી.માં રિપેરીંગ કરતો અને કોમ્પ્રેશારમાં ગેસ ભરી રહ્યો હતો. તે સમયે એકએક કોમ્પ્રેશરમાં જોરદાર પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ ભડકો થયો હતો. તે સમયે ત્યાં હાજર ૩૦ વર્ષીય એક અજાણ્યો યુવાન દાઝી ગયો હતો. જેના લીધે ત્યાંના લોકો ગભરાઇ જઇને અફડાતફડી મચી જવા પામી હતી. કોલ મળતા ફાયરજવાનોનો કાફલો ઘટના સ્થળે પહોચી કામગીરી કરી હતી. જોકે તે પહેલા દાઝી ગયેલા યુવાનને ૧૦૮ એમ્બ્યુલેન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બીજા બનાવમાં વરાછામાં લંબે હનુમાન રોડ ખાતે જય ગંગેશ્વર સોસાયટીનાં નાકા પર રીમઝીમ નામથી સોડાની દુકાનમાં ગુરુવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી.
કોલ મળતા ફાયર લાશ્કરો ત્યાં પોહચીને પાણીનો છંટકાવ કરતા અડધો કલાકમાં આગ ઓલવી હતી. જયારે આગને લીધે સોડા બનાવવાની મશીન, સોડા બનાવવાનો સામાન, ખુરશી, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયુ હતું. ત્રીજી બનાવમાં ઉધના મગદલ્લા રોડ પર જોગાણી માતાના મંદિર સામે દર્શન સોસાયટીમાં લાકડાના ફનીર્ચર બનાવવાના ગોડાઉનમાં સવારે આગ ફાટી નીકળી હતી. જેથી ત્યાં હાજર લોકો આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. કોલ મળતા ફાયરજવાનો ત્યાં પહોચીને કુંલીગ કામગીરી કરી હતી. સમયસર આગ પર કાબુ મેળવતા મોટાભાગના ફર્નીચર અને મશીન સહિતનો સામાન બચી ગયો હતો. જયારે આગના લીધે લાકડાના વેસ્ટેજ બળી ગયું હતું. આ બંને બનાવમા કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500