વડોદરા નજીક સેવાસીમાં ધ વેલેન્સિયા ખાતે રહેતા સીમાસિંહ મનોજકુમાર બધેલ તેમજ તેમના પતિએ સેવાસીમાં એક ઓફિસ ખરીદી હતી. આ ઓફિસની આજુબાજુ કોઈ વ્યક્તિએ કચરો નાખ્યો હોવાનું જાણવા મળતા બંને પતિ પત્ની બાઈક પર સાંજે ઘેરથી નીકળીને ઓફિસ તરફ જતા હતા. તે વખતે સેવાસીમાં બ્રોડ વે કોમ્પલેક્ષ નજીક પાછળથી એક બાઈક આવી હતી અને તેના પર સવાર બે શખ્સોએ સીમાસિંહના ગળામાં પહેરેલ એક તોલા વજનની સોનાની ચેન ઝૂંટવીને બંને ભાગ્યા હતા. સીમાસિંહએ તેના પતિને ચેન તોડીને ભાગેલા બાઈકવાળાઓનો પીછો કરવાનું કહેતા અછોડા તોડ બાઈક સવારનો 2 કીમી સુધી પીછો કર્યો હતો. પરંતુ બંને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા બાઈકની નંબર પ્લેટ ઉપર કપડું ઢાંકી દીધું હતું અને આગળના ભાગે રાજા મેલ લખ્યું હતું અછોડા તોડીની ઘટના અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application