મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં સોનારપાડા ગામની સીમમાં પસાર થતાં નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતાં રોડ ઉપર એક ટ્રક પલ્ટી મારી જતાં ટ્રકનાં ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશનાં કૃષિનગરનાં પટરાવ તાલુકાનાં ઘોરઘોટીયા ગામનાં લિયાકત તૈયબ શાહ નાઓ ગત તારીખ 15/7/2023નાં રોજ પોતાના કબ્જાની ટ્રક નંબર GJ/19/Y/0837ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સોનગઢના સોનારપાડા ગામની સીમમાં પસાર થતાં હતા.
તે સમયે નેશનલ હાઈવે પર ભુમી સ્ટોન ક્વોરીથી આગળ સોનગઢથી વ્યારા જતાં રોડ ઉપર યુ-ટન કટના ડિવાઇડર ઉપર ચડાવી દીધી હતી. તેમજ ટ્રક ડિવાઇડર ઉપર ચડાવી દઈ ટ્રકને પલ્ટી ખવડાવી ટ્રકનું આગળનું ડ્રાઇવર સાઈડનું ટાયર, કેબિન તથા પાછળનાં બોડીને તેમજ બોડીમાં અંદર ભરેલ દોરા (યાર્ન)નાં બોક્ષો જેમાં 20થી 25 બોક્ષને નુકશાન પહોંચ્યું હતું. બનાવ અંગે આશિષ તિવારીની ફરિયાદનાં આધારે તારીખ 17/7/2023નાં રોજ સોનગઢ પોલીસ મથકે લિયાકત તૈયબ શાહ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application