મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં સામરકુવા ગામે પોલીસ રેઈડમાં એક ઘરની પાછળ આવેલ પજારીમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનાં મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જયારે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી શુક્રવારનાં રોજ પ્રોહી. અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, સામરકુવા ગામે રહેતા સામજીભાઈ જાતારિયાભાઈ વસાવા અને તેમનો પુત્ર વિપુલભાઈ સામજીભાઈ વસાવા નાઓએ પોતાની ઘરે પ્રોહી. મુદ્દામાલનો જથ્થો વેચાણ કરવા સારું ઉતારેલ છે. તેવી ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા સ્થળ ઉપરથી બે ઈસમો હાજર મળી આવ્યા હતા. જોકે પોલીસે બંને ઈસમોનું નામ પૂછતા પહેલા ઈસમે પોતાનું નામ સામજીભાઈ જાતારીયાભાઈ વસાવા અને વિપુલભાઈ સામજીભાઈ વસાવા (બંને રહે.સામરકુવા ગામ, નિશાળ ફળિયું, તા.સોનગઢ) નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે બંને ઈસમોને સાથે રાખી ઘરની પાછળનાં ભાગે આવેલ પજારીનાં ભાગે એક લાકડાનાં પલંગમાં નીચે જોતા અલગ-અલગ પુંઠાનાં બોક્ષમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની કુલ 640 નંગ બોટલો મળી આવી હતી. જોકે બંને ઈસમોને આ દારૂનો મુદ્દામાલ કોણ આપી ગયો છે તે અંગે પૂછતા જાણવા મળ્યું હતું કે, ઉચ્છલનાં પાખરી ગામનો હિતેશભાઈ નાએ પૂરો પાડ્યો હતો અને આ મુદ્દામાલ રોશનભાઈ વિરૂભાઈ ચૌધરી (રહે.ડઢવાડા ગામ, તા.માંડવી, સુરત ગ્રામ્ય) અને સંજુ ઉર્ફે અંજુમ ધીરુભાઈ રાઠોડ (રહે.નવું ફળિયું, માંડવી, સુરત ગ્રામ્ય) નાને મુદ્દામાલ પહોચાડવાનું હોવાનું જણાવ્યું હતું.
આમ, પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 640 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 76,000/- અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 76,500/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ત્રણ ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500