Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂનાં મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા, એક વોન્ટેડ

  • June 08, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : તાપી એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ઝડપાયા હતા, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ નગર માંથી પોલીસે અલગ-અલગ સ્થળ ઉપર રેડ કરતા, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો શનીવાર અને રવિવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા.




તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ નગરનાં રમણીય પાર્ક પાછળ આવેલ રસ્તા ઉપરથી એક મોપેડ બાઈક ઉપર એક ઈસમ મીણીયાનાં થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલીઓ ભરી નીકળનાર છે અને નગરનાં જ શ્રીનગર ફળિયામાં રહેતો એક ઈસમ પોતાના ઘરે તાડી અને તથા ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.



જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસોએ પહેલા બનાવમાં સોનગઢનાં રમણીયપાર્ક પાછળ આવેલ દરગાહ પાસે આવેલ જાહેર રોડ ઉપર વોચમાં ઉભા હતા. તે દરમિયાન લક્કડકોટ ગામ તરફથી બાતમીવાળી મોપેડ બાઈક નંબર GJ/26/AC/1953ને આવતાં જોઈ મોપેડ બાઈકનાં ચાલકને લાકડીનાં ઈશારે ઉભો રખાવી હતી. ત્યારબાદ પોલીસે મોપેડ ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ પૂછતા, વિપુલભાઈ ઉર્ફે ઘોડો અશોકભાઈ પાટેલ (રહે.શક્તિનગર, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું.



તેમજ પાછળ બેસેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ અજય ઉર્ફે ટાપર ટીન્ચુંભાઈ પાડવી (રહે.હાથી ફળિયું, ગેસ ગોડાઉન પાસે, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મોપેડ બાઈક ઉપર મીણીયા કોથળામાં ડીકીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 326 બોટલો મળી આવી હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું.



આ વિદેશી દારૂની મુદ્દામાલ દીપેશભાઈ શંકરભાઈ રાઠોડ (રહે.હાથી ફળિયું, સોનગઢ) નાએ લક્કડકોટથી ભરાવી આપેલ હતો. આમ, પોલીસે મોપેડ બાઈક જેની કિંમત રૂપિયા 30 હજાર અને વિદેશી દારૂની 326 બોટલો જેની કિંમત રૂપિયા 46,300/- મુદ્દામાલ સાથે ઝડપાયેલ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જયારે બીજા બનાવમાં પોલીસે બાતમીનાં આધારે, સોનગઢનાં શ્રીરામનગરમાં રહેતા કિરણભાઈ ગીરધારીભાઈ મહારના ઘરે રેડ કરતા કિરણભાઈ હાજર મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે કિરણભાઈને સાથે રાખી ઘરમાં તપાસ કરતા એક મીણીયા થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 27 બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્ટેબલની ફરિયાદનાં આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application