Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતની સગીરાને મુંબઈ ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

  • November 22, 2024 

સુરત શહેરનાં રાંદેરની 12 વર્ષીય બાળાને મુંબઈ ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 50 હજાર દંડ ભરે તો પીડીતાને 45 હજાર વળતર ચુકવવા તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા અને સહ આરોપી મિત્રને અપહરણના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ-દંડની સજા તથા ભોગ બનનારને રૂપિયા 1.50 લાખનું વળતર ચૂકવવા આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ હુકમ કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાંદેર પોલીસ મથકની હદમાં રહેતી 12 વર્ષની દીકરીના ફરિયાદી પિતાએ ગત તારીખ 22-1-2024ના રોજ પોતાની સગીર પુત્રીને ટ્રેનમાં મુંબઈમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરવા અંગે  રાંદેર પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી હતી.


જેથી મુંબઈ પોલીસે ભોગ બનનાર તરુણી સાથે  કેટરર્સનો ધંધો કરતા 23 વર્ષીય આરોપી જોન અબ્બાસ અફઝલ હુસેન કાઝમી સૈયદ (રહે.બેગનવાડી, શિવાજીનગર, મુંબઈ) અને મૂળ બિહારના દરભંગા જીલ્લાના વતની 23 વર્ષીય સહ આરોપી અબ્દુલ હકીમ ઉર્ફે મુસ્તફા અબ્દુલ વહાબ શેખ (રહે.શિવાજીનગર,ગોવંડી, મુંબઈ)ની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. જોકે કેસ કાર્યવાહીની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આરોપીઓના બચાવ પક્ષે મુખ્યત્વે ભોગ બનનારને તેની માતા સાથે ઝઘડો થતાં પોતે સ્વેચ્છાએ ઘરથી નીકળી ગઈ હતી. જેથી આરોપીઓએ અપહરણ કરી દુષ્કર્મ આચરવા અંગે કરેલી હાલની ખોટી ફરિયાદ કર્યોનો બચાવ લીધો હતો. તદ્દપરાંત ફરિયાદ અને ભોગ બનનારના નિવેદનો વચ્ચે મોટા પાયા વિરોધાભાસ આવે છે.


જેથી આરોપીઓ વિરુધ્ધ ફરિયાદપક્ષ શંકા રહિત કેસ સાબિત કરી શક્યો ન હોઈ આરોપીઓને શંકાનો લાભ આપવા માંગ કરી હતી. ભોગ બનનારે પોતે ઈન્સ્ટાગ્રામથી આરોપીના સંપર્કમાં આવ્યાનું જણાવ્યું છે. જેના વિરોધમાં સરકાર પક્ષે એપીપી દીપેશ દવે એ કુલ 14 સાક્ષી તથા 49 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી જોન સૈયદને મહત્તમ 20 વર્ષની કેદ, 50 હજાર દંડ ભરે તો રૂપિયા 45 હજાર ભોગ બનનારને વળતર તરીકે  ચૂકવવા અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવા માટે હુકમ કર્યો છે. જ્યારે સહ આરોપી અબ્દુલ સલીમ ઉર્ફે મુસ્તુફા અબ્દુલ વહાબ શેખને કોર્ટે ઈપીકો- 363 સાથે વાંચતા 114નાં  ગુનામાં દોષી ઠેરવી 5 વર્ષની સખ્ત કેદ, 5 હજાર દંડ ન ભરે તો વધુ 3 માસની કેદ તથા અન્ય ગુન્હામાં આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કર્યો છે. જ્યારે ભોગ બનનારને કોર્ટે વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા 1.50 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application