ગાંધીનગરનાં કલોલ તાલુકામાં ભીમાસણ ગામે સિમ્ફની એર કુલર નામની કંપની આવેલી છે આ કંપનીએ ગુરગાવમાં આવેલી કંપની પાસેથી એર કુલરની ખરીદી કરવામાં આવી હતી અને તેના નાણાં ચૂકવવામાં આવ્યા ન હોતા જેથી કંપનીના સેક્રેટરી દ્વારા પોલીસ મથકમાં છ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભીમાસણ ગામે એર કુલર બનાવતી સીમ્પની કંપની આવેલી છે તે કંપની પાસેથી ગુરગાવમાં આવેલા કંપનીના સંચાલકો સંદીપસિંહ બિંદ્રા તથા ચરણ દીપસિંગ કપૂર અને રંજિત કૌર કપૂર અને અમિતકુમાર યાદવ તથા રમલ પ્રીત કોર તથા જાગીર સિંઘ બિંદ્રા દ્વારા રૂપિયા ૬૭.૬૪ કરોડના એર કુલરની ખરીદી કરવામાં આવી હતી અને તેઓએ આ પૈસા કંપનીને ચુકવ્યા ન હતા કંપની દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હોવા છતાં તેઓએ પૈસા ચૂકવ્યા ન હતા અને તેમણે આપેલા ચેક પણ પરત ભર્યા હતા જેથી કંપનીના સેક્રેટરી મયુર ચીમનભાઈ દ્વારા પોલીસ મથકમાં કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application