Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં ભીંતબુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું

  • July 05, 2023 

તાપીના જિલ્લાના ઉચ્છલ તાલુકાના કન્સ્ટ્રકશન ઓફ ભીંતબુદ્રક એપ્રોચ રોડ પર હાઇલેવલ બ્રીજનું કામ ચાલુ હોવાથી હયાત કોઝવેના સ્થાને “માઇનોર બ્રીજ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. હાલ ચોમાસાની સીઝન હોવાથી લોકલ નદીમાં પૂરનું પાણી મોટા પ્રમાણમાં આવતું હોવાના સંજોગોમાં હાલનું કામચલાઉ ડાયવર્ટ ચોમાસા દરમ્યાન ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. જેથી વાહન વ્યવહાર બંધ કરવા તથા આ રસ્તા પરથી પસાર થતા વાહનોને અન્યમાર્ગો પર ડાયવર્ટ માટેનું જાહેરમુ બહાર પાડવામાં આવ્યું છે.


જેથી ફોજદારી કાર્યરીતી અનિયમ સને ૧૯૭૩ની કલમ-૧૪૪ વયે મળે મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર જે વલવી તાપી દ્વારા ઉચ્છલ તાલુકાના કંસ્ટ્રકશન ઓફ ભીંતબુદ્રક એપ્રોચ રોડ પર હાઇલેવલ વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉક્ત રસ્તાને બદલે જિલ્લા તાલુકા મથકે આવવા-જવા વાહનોની અવર-જવ૨ માટે ઉચ્છલ મેઇન રોડ ચાર રસ્તાથી કોટવાળ ફળીયું, ભીંતબુદ્રક તરફનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. જાહેરનામાનો અમલ ૦૨-૦૯-૨૦૨૩ સુધી કરવાનો રહશે. આ હુકમનો ભંગ કાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application