વ્યારા અને કાકરાપારમાં વિવિધ ચોરીમાં સંડોવાયેલ રીઢો ગુનેગારે વ્યારામાં બે અને કાકરાપારની ચોરી કબૂલાત કરતા આરોપીનો કબ્જો વ્યારા પોલીસને સોંપી દેવાયો હતો. જયારે ઘરફોડ ચોરીનાં આરોપીને તપાસ માટે કોર્ટ માં રજુ કરતા તારીખ 25/7/23 રિમાન્ડ મંજૂર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા એલ.સી.બી. પી.આઈ.ને બાતમી અને ટેકનીકલ સર્વેલન્સ દ્વારા માહીતી મળેલ કે, વ્યારા તથા કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ થયેલ ઘરફોડમાં હીમસીંગ પરશુભાઇ મોહનીયા (રહે.ધાનપુર, દાહોદ)નાનો સંડોવાયેલ છે.
તેવી માહીતી મળતા એ.એસ.આઇ. અને ટીમ ઘરફોડ આરોપી હીમસીંગ ઉર્ફે કટલો પરશુભાઇ મોહનીયા (ઉ.વ.25., રહે.ઉડાર ગામ, માલ ફળીયુ, તા.ધાનપુર, જિ.દાહોદ)ને તાપી જીલ્લામાં બનેલ ગુનાઓ બાબતે પુછપરછ કરતા તેણે તથા તેના સાથીદારોએ સાથે મળી વ્યારા વિસ્તારમાં બે તથા કાકરાપાર વિસ્તારમાં એક મળીને અલગ અલગ જગ્યાઓએ રાત્રીના સમય ઘરફોડ કરેલાની કબુલાત કરતા ઘરફોડ ચોરીનાં ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવેલ હોય આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. વ્યારા પોલીસ દ્વારા ઘરફોડનાં આરોપીને વ્યારા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા નામદાર જજ દ્વારા પાંચ દિવસ તારીખ 25/7/23 સુધીનાં રિમાન્ડ આપ્યા હતા. જે દરમિયાન જિલ્લાની વધુ ચોરીઓનો ભેદ ઉકેલલાવાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500