મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં બાલપુર ગામેથી અને ગોલવાડ વિસ્તારમાંથી જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા હતા અને પોલીસ રેઈડ જોઈ ભાગી છુટેલ ચાર જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ફરતા ફરતા બાલપુર ગામે આવતા ખાનગી રહે બાતમી મળી હતી કે, બાલપુર ગામનાં હાઇસ્કુલ ફળિયામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે જાહેરમાં વડનાં ઝાડ નીચે કેટલાક ઈસમો જાહેરમાં પૈસાવતી તીન પત્તીનો ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ પર જઈ રેઈડ કરતા ત્યાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી પૈસા વતી હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસ રેઈડ જોઈ કેટલાક ઈસમો ભાગી છૂટ્યા હતા. આમ પોલીસે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડતા દાવ ઉપરના રૂપિયા તથા પકડાયેલા ઈસમોની અંગઝડપીમાંથી મળી આવેલ રોકડ રૂપિયા તેમજ ગંજીપાના મળી કુલ રૂપિયા 1,920/- કબ્જે કરી ઝડપાયેલ જુગારીઓ વિરુદ્ધમાં જુગાર ધારા મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે પોલીસ રેઈડ જોઈ ભાગી છૂટેલ જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
જ્યારે બીજા બનાવમાં પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીનાં આધારે વ્યારાનાં ગોલવાડ પાણીની ટાંકી નજીક એક ઈસમ વરલી મટકાનો જાહેરમાં જુગાર રમાડે છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ પર જઈ થોડે દૂર આવી વાહનો મૂકી ચાલતા ચાલતા પાણીની ટાંકી નજીક આવી ખાતરી કરતાં ત્યાં આગળ એક ઈસમ બેસીને કંઈક લખતો હોય તેમજ તેની પાસે કેટલાક ઈસમો ઊભા રહી કંઈક આપ-લે કરતા જણાતા પોલીસ રેઈડ કરતા ત્યાં ઉભેલ ઈસમો પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા અને અંધારું હોય લખનારને પોલીસે ત્યાં જ પકડી પાડ્યો હતો.
જોકે પોલીસે ઝડપાયેલનું નામ પૂછતા તેણે પોતાનું નામ, રમેશભાઈ જગુભાઈ રાણા (રહે.ગોલવાડ, પાણીની ટાંકી સામે, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે મુંબઈથી નીકળતા વરલી મટકાના નાઇટ બજારના આંકો ઉપર જાહેરમાં પૈસા વતી હારજીતનો જુગારના સાધનોમાં કાગળની કાપલીઓ, કોરી બુક, બોલપેન પાટીયુ, રોકડા અને 1 નંગ મોબાઈલ મળી રૂપિયા 4,800/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બાલપુર ગામેથી જુગાર રમતા ઝડપાયેલ ત્રણ જુગારીઓ...
1.અમિત રવીન્દ્રભાઈ ગામીત (રહે.બાલપુર ગામ, હાઈસ્કુલ ફળિયું, વ્યારા),
2.કિરણ મુળિયાભાઈ ગામીત (રહે.બાલપુર ગામ, હાઈસ્કુલ ફળિયું, વ્યારા) અને
3.હરીશ છનાભાઈ ચૌધરી (રહે.વાંદરદેવી ગામ, ભવાની ફળિયું, વ્યારા.
બાલપુર ગામનાં વોન્ટેડ ચાર જુગારીઓ...
1.અરૂણ નગીનભાઈ ગામીત (રહે.બાલપુર ગામ, હાઈસ્કુલ ફળિયું, વ્યારા),
2.વિજય રાજેશભાઈ ગામીત (રહે.બાલપુર ગામ, હાઈસ્કુલ ફળિયું, વ્યારા),
3.જિગ્નેશ ફતેસિંગભાઈ ગામીત (રહે.બાલપુર ગામ, વાણિયા ફળિયું, વ્યારા) અને
4.સમુએલ ભગુભાઈ ગામીત (રહે.બાલપુર ગામ, હાઈસ્કુલ ફળિયું, વ્યારા).
વ્યારાનાં ગોલવાડમાંથી ઝડપાયેલ...
1.રમેશ જગુભાઈ રાણા (રહે.ગોલવાડ પાણીની ટાંકી સામે, વ્યારા).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500