મનિષા સુર્યવંશી/વ્યારા : કુકરમુંડા માંથી વરલી-મટકાનાં હાર જીતનો જુગાર રમાડનાર એક ઈસમ પોલીસ રેડમાં ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી રાયગઢ પ્રોહી તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ફરતા ફરતા કુકરમુંડાનાં જાહેર રસ્તા ઉપર કેટલાક ઈસમો કઈક આપ-લે કરતા હોય અને તેમના ઉપર પોલીસને જુગારનો શક જતા પોલીસે તે જગ્યા પર રેડ કરતા કેટલાક ઈસમો પોલીસ રેડ જોઇને ભાગી છૂટ્યા હતા. જયારે તેઓની વચ્ચે જમીન ઉપર બેસેલ ઈસમને પોલીસે પકડી પાડી ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ, નરપતભાઈ હિર્યાભાઈ પાડવી (ઉ.વ.52, રહે.કોરલા, કુકરમુંડા)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે નરપતભાઈના હાથમાંથી મિલન બજારથી નીકળતા આંકો લખેલ બે કાગળની કાપલી તથા કાર્બન પેપર અને બોલપેન તેમજ જુદા ઉદા દરની ચલણી નોટો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદનાં આધારે નરપત પાડવી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500