Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી રૂપિયા 5.37 લાખથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો, ટેમ્પો ચાલક ફરાર

  • February 13, 2023 

સુરત જિલ્લા LCBની ટીમે બાતમી આધારે પલસાણાનાં કરણ ગામે હાઈવે પર મુંબઈ અમદાવાદ તરફની બાજુએ આવેલ હોટલનાં પાર્કિગમાં ઉભેલા ટેમ્પા માંથી રૂપિયા 5.37 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસ મથક વિસ્તારમાં LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, કરણ ગામે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ ખેતેશ્વર હોટલ કમ્પાઉન્ડમાં એક ટેમ્પામાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલ ઊભો છે.





જે બાતમી આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ચેક કરતા ગાડીનો ચાલક હાજર નહિ હોવાથી ટાટા ટેમ્પો નંબર RJ/14/GF/1921માં ચેક કરતા બંધ બોડીનાં ટેમ્પાનાં ચોર ખાનામાંથી વિદેશી બનાવટની નાની મોટી કુલ 3,900 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 5,37,600/- અને ટાટા ટેમ્પાની કિંમત 7 લાખ મળી કુલ રૂપિયા 12,37,600/-નો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application