Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં વાંસકુઈ ગામે બે બાઈક સામસામે ટકરાતા એક બાઈક ચાલક સહીત બાળકનું મોત નિપજ્યું

  • June 26, 2024 

મહુવા તાલુકાનાં વાંસકુઈ ગામે નહેર પાસે બે બાઈક સામસામે ટકરાતા એક બાળક સહિત એક બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાનાં વેલણપુર ગામે પીપળા ફળિયામાં રહેતા હિતેશ ચંદુભાઈ નાયકા બાઈક નંબર GJ/19/AR/2334 પર પોતાની પત્ની તથા બાળક સાથે પોતાના ઘરે વેલણપુર જઈ રહ્યા હતા. તે દરમ્યાન વાંસકુઈ ગામે નહેર પાસે GJ/21/BD/4537નાં ચાલક ઉદય હર્ષદભાઇ પટેલ (રહે.સાંબા ગામ, મહુવા)નાંએ ગફલતભરી રીતે હંકારી હિતેશભાઈની બાઈક સાથે અકસ્માત કર્યો હતો.


જ્યાં બાઈક પર સવાર હિતેશ નાયકા, તેની પત્ની વૈશાલીબેન તથા બે વર્ષિય બાળક અંશ રોડ પર પટકાતા તાત્કાલીક 108માં મહુવા સી.એચ.સી ખાતે લઈ જવામાં આવ્યા હતા જયાં ડોક્ટરોએ અંશ નાયકાને મૃત જાહેર કર્યો હતો જ્યારે હિતેશ તથા ઉદય હર્ષદભાઈ પટેલને વધુ સારવાર માટે સુરત ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ઉદય હર્ષદભાઈ પટેલનું પણ મોત થયું હતું. બનાવ અંગેની ફરિયાદ વૈશાલીબેન પટેલે મહુવા પોલીસમાં કરતા મહુવા પી.એસ.આઈ એસ.એમ.પટેલે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application