સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાંથી ગત ઓગસ્ટ મહિનામાં પોલીસે રૂપિયા 29,600/-નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની સાથે 2 મહિલા અને 1 પુરુષ બુટલેગરની અટક કરવામાં આવી હતી. જ્યારે અન્ય 1ને વોન્ટેડ જાહેર કરાયો હતો. જે વોન્ટેડ આરોપીની પોલીસે અટક કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્ર પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, પલસાણા પોલીસ સ્ટાફનાં માણસોને બાતમી મળી હતી કે, ગત ઓગસ્ટ મહિનામાં ચલથાણ ખાતેથી પકડાયેલા વિદેશી દારૂના જથ્થાના વોન્ટેડ આરોપી શુશીલ આલોપી પ્રસાદ કુર્મી પટેલ કે જેઓ ચલથાણ ખાતે આવેલ રામનગરનાં નાકા ઉપર ઉભેલો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી અને છેલ્લા 6 મહિનાથી પ્રોહીબીશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application