Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે યુવકોએ રીક્ષા ચાલક અને માતા-પુત્રીને ચપ્પુની અણી બતાવી લૂંટ કરી ફરાર

  • May 29, 2022 

ઉધના મેઇન રોડ વેલકમ સર્કલ પાસે ઉભેલા માતા-પુત્રીને આગળ બાઇક લઇ ઉભેલા બે યુવકોએ  તમને લૂંટી લેશે તેવો ડર બતાવી રીક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ રોકડ અને મંગળસૂત્ર મળી રૂપિયા 1,42,500/- લૂંટી લેનાર રીક્ષા ચાલક સહિતની ટોળકીની ઉધના પોલીસે શોધખોળ હાથ ધરી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરા-બમરોલી રોડ સ્થિત ગોવર્ધનનગર સોસાયટીમાં રહેતી ગૃહિણી કમલાબેન રામચંદ્ર આમંચીની (ઉ.વ.48) અને તેમની પુત્રી સપના ઉધના વેલકમ સર્કલ સ્થિત આર્શીવાદ ફર્નિચર નામની દુકાન સામે ઉભા હતા. તે સમયે રીક્ષામાં અગાઉથી સવાર બે મહિલા સાથે ચાલક ઘસી આવ્યો હતો અને ચાલકે આગળ બાઇક લઇ બે જણા ઉભા છે તે તમને લૂંટી લેશે એમ કહી માતા-પુત્રીને ઘરે મુકી દેશે એમ કહી રીક્ષામાં બેસાડી લીધા હતા.




જોકે થોડે આગળ જઇ સપનાને રીક્ષામાંથી ઉતારી દીધી હતી. જયારે ચાલક અને અગાઉથી રીક્ષામાં સવાર બે મહિલાએ કમલાબેન સાથે ઝપાઝપી કરી ચપ્પુની અણીએ સોનાનું મંગળસૂત્ર કિંમત રૂપિયા 1.40 લાખ અને રોકડા રૂપિયા 2500 મળી કુલ રૂપિયા 1,42,500/- લૂંટીને ભાગી ગયા હતા. બનાવ અંગે કમલાબેને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application