સુરતનાં મહુવા તાલુકાનાં કરચેલીયા ગામનાં યુવકે સગીર પ્રેમિકા સાથે ડુંગરી ગામે આંબાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે સગીરાને છાત્રાલયમાં ભણવા માટે મૂકી દેતાં બંને મળી શકતા ન હોય આ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાનાં કરચેલીયા ગામના બંદુકિયા ફળિયામાં રહેતા સંજયભાઈ ધીરુભાઇ હળપતિ (ઉ.વ.20) નાને તેના જ ગામની 16 વર્ષીય કિશોરી ક્રિસ્તી હિતેશભાઇ પટેલ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે ક્રિસ્તીને તેના માતા પિતાએ વધુ અભ્યાસ માટે વિરપુર ગામે આવેલી છાત્રાલયમાં મૂકી દેતાં બંને પ્રેમી પંખિડા મળી શકતા ન હતા. જેથી સોમવારનાં રોજ બંને ઘરેથી ગુમ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.
તેથી મંગળવારનાં રોજ બપોરે 2 વાગ્યે મહુવા તાલુકાનાં ડુંગરી ગામની સીમમાં આવેલ એક ખેતરનાં આંબાના વૃક્ષ પર બંનેનાં મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. એકબીજાને મળી ન શકવાને કારણે મનમાં લાગી આવતા બંનેએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે જણાવ્યુ હતું. મહુવા પોલીસે બંનેના મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કર્યા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા. જોકે હાલ સમગ્ર ઘટનાની તપાસ મહુવા પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025