સુરતનાં અડાજણ પાટીયા ખાતે બાપુનગરમાં બપોરે મંડપના લાકડામાં લાગેલી આગ લાગી હતી. જોકે, આગની જ્વાળા લપેટમાં આજુબાજુનાં બે ઝુંપડા આવવાથી દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ, અડાજણ પાટીયા ખાતે શીતલ ચાર રસ્તા પાસે બાપુનગરમાં આજુબાજુનાં ઝુંપડાની વચ્ચે ખુલ્લી જગ્યામાં મંડપનાં બંબુ અને લાકડાઓ મુકેલા હતા. જોકે રવિવારે બપોરે લાકડામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેના લીધે ઝુંપડામાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
જોકે આગની જ્વાળાએ આજુબાજુનાં બે ઝુંપડાનાં પાછળનાં ભાગને લપેટમાં લીધા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા મુગલીસરા, અડાજણ, પાલનપુર અને મોરાભાગળ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર કાફલો ઘટના સ્થળે ઘસી ગયા હતા. ફાયર જવાનોએ સતત પાણીનો છંટકાવ શરૂ કરવાથી આગ ફેલાવા દીધી ન હતી. ફાયરે એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતુ. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500