મૂળ ઓડીસ્સાનાં ગાંજામ જિલ્લાના અને હાલ સુરતનાં કામરેજ તાલુકાનાં લસકાણા ખાતેના ડાયમંડ નગરમાં રહેતા યોગેન્દ્ર મોચીરામ સ્વાઈ (ઉ.વ.46)નાઓ ગત તા.31નાં રોજ કામની શોધમાં માંગરોળના પીપોદરા ખાતેના વિશ્વકર્મા નગરમાં તુલસી ટેક્ષટાઈલ્સમાં આવ્યા હતા. તે દરમિયાન એકાએક મોડી રાતે યોગેન્દ્ર સ્વાઈએ કંપનીના ટોઇલેટમાં ગઈ દરવાજો અંદરથી બંધ કરી કંપનીમાં પાર્સલ બાંધવાની પ્લાસ્ટિકની પટ્ટી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. જોકે આ દરમિયાન યોગેન્દ્ર સ્વાઈના વજનથી પાર્સલની પટ્ટી તૂટી જતા યોગેન્દ્ર સ્વાઈનું માથું દીવાલ સાથે અથડાયુ હતુ જેથી કંપનીના કર્મચારી ટોઇલેટમાં જવા વારંવાર દરવાજો ઠોકવા છતાં નહિ ખોલતા દરવાજો તોડ્યો હતો જ્યાંથી યોગેન્દ્ર સ્વાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application