સુરતનાં બારડોલીથી કડોદ જતાં માર્ગ ઉપર પણદા ગામની સીમમાં રેતી ભરેલ ડમ્પર પલટી ગયું હતું. આ માર્ગ ઉપર માટેલા સાંઢની જેમ ડમ્પરો દોડી રહ્યા છે. સતત 24 કલાક આ માર્ગ ઉપરથી પસાર થતાં ડમ્પરોને કારણે વારંવાર આ માર્ગ ઉપર અકસ્માત સર્જાયા હોવાની અનેકવાર ઘટના બની છે.
જોકે વહેલી સવારે રેતી ભરીને પૂરઝડપે પસાર થતું એક ડમ્પર નંબર RJ/26/C/6463ના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ડમ્પર રોડની સાઈડમાં પલટી ગયું હતું. આ રેતી બુલેટ ટ્રેન પ્રોજેકટનાં કામઅર્થે લઈ જવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application