બારડોલી તાલુકાનાં નસુરા ગામે ટેકરા ફળિયામાં રહેતા રહીશ ગામના સરપંચને ત્યાં ઘરની સામે જર્જરિત થાંભલા ખસેડવા માટે રજૂઆત કરવા માટે આવ્યો હતો. ત્યારે સરપંચના પતિએ જણાવેલ કે, અરજી કરી છે કાર્યવાહી થતાં થાંભલો ખસી જશે આટલું કહેતા જ યુવક ઉશ્કેરાઈ જઈ મહિલા સરપંચને ગળાના ભાગે પકડી લીધી હતી.
તેને છોડાવવા આવેલા તેના પતિને પણ ગળાના ભાગે પકડી લીધો હતો અને મહિલા સરપંચને બે થપ્પડ મારી હતી. બનાવ અંગે મહિલા સરપંચે યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલીનાં નસુરા ગામના સરપંચ પૂજાબહેન જીતુભાઈ રાઠોડ નાને ગત તા.5મી જૂનના રોજ રાત્રીના સમયે ઘરમાં હાજર હતાં.
તે સમયે ફળિયાનો રહીશ બળવંતભાઈ મોહનભાઈ રાઠોડ સરપંચના ઘરે આવીને જણાવ્યું હતું કે, મારા ઘરની આગળનો વીજપોલ તૂટીને મારા ઘર પર પડે તેમ છે. આ વીજપોલ કેમ કઢાવતાં નથી તેમ કહી સરપંચ પૂજાબહેન સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતાં. આ દરમિયાન તેમના પતિ જીતુભાઈ દીપકભાઈ રાઠોડે બળવંતભાઈને જણાવેલ કે, કડોદ જીઈબી અને તાલુકા પંચાયતમાં પણ અરજી કરેલ છે. કાર્યવાહી કરાશે એટલી વાર. આ વાત સાંભળી બળવંતભાઈ ઉશ્કેરાઈ ગયા હતાં.
તેમજ પૂજાબેનને ગળાના ભાગે પકડી લીધા હતાં અને તેમને છોડવવા માટે જીતુભાઈ વચ્ચે પડતાં તેમને પણ બળવંતભાઈએ ગળાના ભાગે પકડી ગાલ પર નખ માર્યા હતાં અને બે થપ્પડ પણ મારી દીધી હતી. બળવંતભાઈ વધુ માર મારે તે પહેલા ગ્રામજનો વચ્ચે પડી છોડાવ્યા હતાં જતા જતા બળવંતભાઈએ અમને જાનથી મારી નાંખાવાની ધમકી આપી હતી. બનાવ અંગે પૂજાબેને પોલીસમાં બળવંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500