માંડવી તાલુકાનાં આંબાપુર ગામમાં રહેતી એક વ્યક્તિ લાખી ડેમના ડુબાણ વાળા ભાગમાં આવેલ ખાડામાં માછલી પકડવા ગયા હતા. તે દરમિયાન અચાનક પગ લપસી જતા મોત નીપજ્યું હતું. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં આંબાપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા રેશમાભાઈ નડિયાભાઈ ચૌધરી જેવો દિવસે ઘાસચારો કાપીને બે વાર પોતાના ઘરે ઘાસચારો મૂકી ગયા હતા અને ત્રીજી વાર સવારના 11:00 વાગે ઘરેથી નીકળી ચારો લેવા ગયા હતા. તે દરમિયાન કાટકુવા ગામના મુનેશભાઈ વસાવા સાથે ભેગા થતા બંને જણા લાખી ડેમના ડુબાણવાળા ભાગે આવેલ ખાડામાં માછલી પકડવા ગયા હતા.
તે સમયે ખાડામાંથી માછલી પકડવા માટે આ બંને જણાએ જાળ નાખી હતી, જેનો એક છેડો રેશમાભાઈએ પકડેલ હોય જ્યારે બીજો છેડો મુનેશભાઈએ પકડ્યો હતો પરંતુ અકસ્માતે રેશમાભાઈનો પગ લપસી જતાં ખાડીમાં પડી ગયેલ તેમને બચાવવામાં મુનેશભાઈ પણ ખાડામાં પડી ગયા હતા.
જેથી બુમાબુમ થતાં નજીકમાં ઘાસચારો કાપવા આવેલ અન્ય માણસો દોડી આવ્યા હતા અને મુનેશભાઈને બચાવી લેવાયા હતા અને રેશમાભાઈને પણ ખાડામાંથી કાઢવામાં આવ્યા હતા અને તે દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે માંડવી પોલીસે ઘટનાની જાણ થતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500