જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા તેના પ્રકારની પ્રથમ અને ઉમદા પહેલ, 51 શક્તિપીઠમાંથી એકમાતા વૈષ્ણોદેવીની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે એક છોડ આપવામાં આવશે. માતા વૈષ્ણો દેવીનું આ મંદિર રાજ્યના રિયાસી જિલ્લામાં કટરા શહેરની ત્રિકુટા પહાડીઓ પર આવેલું છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સહાયક વન સંરક્ષક વિનય ખજુરિયાએ જણાવ્યું હતું કે, “નિહારિકા ભવન ખાતે એક કિઓસ્ક સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ભક્તોને ‘પ્રસાદ’ તરીકે રોપાઓ પ્રદાન કરશે જેથી તેઓ તેને માતા વૈષ્ણોદેવીને અર્પણ કરી શકે.
પાછા ફરવા પર તેમના વતન પર આશીર્વાદ તરીકે વાવેતર કરી શકાય છે. તેમને કહ્યું કે, લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા અને પૃથ્વીને હવામાન પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, “નિયત લક્ષ્યાંક મુજબ દર વર્ષે ફ્લોરી કલ્ચરના લગભગ બે’થી ત્રણ લાખ છોડ અને એક લાખથી વધુ વન જાતિઓનું વાવેતર કરવામાં આવે છે.” “આગામી થોડા દિવસોમાં, બોર્ડ ઔપચારિક રીતે વૈષ્ણો દેવી મંદિરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે રોપા આપવાનું શરૂ કરશે,” તેમણે કહ્યું. માતા રાણીના આશીર્વાદ તરીકે ભક્તો પોતાની સાથે રોપા લઈ શકે છે.ઉલ્લેખનીય છે કે કટરા નજીકના પંથલ વિસ્તારના કુનિયા ગામમાં શ્રાઈન બોર્ડ દ્વારા ખાસ કરીને હાઈટેક નર્સરીની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે લગભગ એક કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા મંદિરના દર્શન કરવા માટે કટરા આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500