સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી ટીબી નાબૂદી કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. તેવા સમયે ટીબીના ચેપ દૂર કરવા માટે મહત્વની દવા જથ્થામાં ખૂટી પડતા સુરત સહિત ગુજરાતમાં હોવાથી દર્દીઓ અને તેના સંબંધીઓ તકલીફ વેઠી રહ્યા છે. સુરતમાં ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે ડાયાબીટીસ, એચઆઈવી, દમ, સી.ઓ.પી.ડી, કેન્સર, કીડની, લીવર, વધુ ધુમ્રપાન-દારૂના વ્યસન કરવાથી તમામને ટીબી થવાની શકયતા ઘણી વધારે છે. ભારતમાં ટીબીના 25 લાખ, ગુજરાતમાં 1.20 લાખ અને સુરતમાં 6000થી વધુ દર્દી હોવાનો અંદાજ છે.
ટીબીનાં દર્દીને ચેપ મુક્ત કરવા માટેની એન્ટીકોક્સ ટ્રીટમેન્ટ દવા એટલે કે એ.કે.ટી દવા આપવામાં આવે છે. નવી સિવિલ, સ્મીમેર હોસ્પિટલ સહિત વિવિધ વિસ્તાર મળી 80 જેટલા સેન્ટરોમા ટીબીની દવા વિતરણ થાય છે. જોકે છેલ્લા બે માસથી સુરત સહિત ગુજરાતમાં આ દવાના જથ્થા ખૂટયો એટલે કે અછત વર્તાઈ રહી છે. જેના લીધે ટીબીના દર્દી અને તેમના સંબંધીઓ તકલીફ વેઠી રહ્યા છે. દર્દીઓને અગાઉ આ દવા એક માસની સાથે આપવામાં આવતી હતી.
પણ હાલમાં 3થી 5 દિવસની દવા આપવામાં આવે છે. એટલે દર્દીઓ અને તેમના સંબંધીઓ દવા લેવા આવવા માટે અવારનવાર ધક્કા ખાવું પડતુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સુરતના ટીબી અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં ટીબીની દવાની અછત નથી. સુરત સહિત ગુજરાતમાં આ દવાનો પૂરતો સ્ટોક નથી. જે દર્દીઓને દવાની જરૂર છે. તેને 3થી 5 દિવસની દવા આપવામાં આવે છે. આ દર્દીઓને હાલમાં એક માસની દવા આપવામાં આવતી નથી. આગામી દિવસમાં પૂરતો દવાનો સ્ટોક આવી જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500