ઓલપાડ તાલુકાના શેરડી ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાંધિયેરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-શેરડી દ્વારા રાષ્ટ્રીય કિશોર-કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોર-કિશોરી આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૦ થી ૧૯ વર્ષના ૫૫ બાળકોને શાળામાં સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી, અને ટેકનોલોજીના માધ્યમ થકી માર્ગદર્શન અપાયું હતું. કિશોર કિશોરી સુખાકારી માટે કાળજીપૂર્વક મહિનામાં એક કાર્યક્રમ યોજવા માટે તાલુકા હેલ્થ ઓફિસરએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકોને પ્રોત્સાહનરૂપે બેગનું પણ વિતરણ કરાયું હતું, જેમાં સરપંચ, ડે.સરપંચ, પી.એચ.સી મેડિકલ ઓફિસર, મુખ્ય શિક્ષક તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application