સુરત જિલ્લાનાં ખેડૂતોના ખેતરની મોટર ચોરીનાં આરોપીને કામરેજ બસ સ્ટેન્ડ નજીકથી જિલ્લા LCBએ ઝડપી પાડયો છે. સુરત જિલ્લા ગ્રામ્ય LCB પોલીસ પી.આઇ તેમજ પેરોલ ફલૉ સ્કોડ પી.આઇ.ની આગેવાનીમાં LCB પોલીસ સ્ટાફે છેલ્લા સાત વર્ષથી બારડોલી અને માંગરોળ વિસ્તારમાં આવેલા ખેડૂતો માટે પિયત માટે ઉપયોગ સબમર્સીબલ મોટરની ચોરીમાં સંડોવાયેલો અને છેલ્લા સાત વર્ષથી ફરાર રહેતા અને સચીન જીઆઇડીસી ખાતેની સાયના ટેક્ષ ટાઇલ્સ મીલ ખાતે રહેતા નહેરુ કાઠુભાઈ વસાવને કામરેજ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડયો હતો.
જયારે પકડાયેલા આરોપી પર બારડોલી અને માંગરોળ વિસ્તારના ખેડૂતોની મોટર ચોરીનાં આરોપમાં સંડોવેયલો હતો. તેની સામે વર્ષ-2015માં બારડોલી પોલીસ મથકે ત્રણ તેમજ માંગરોળ પોલીસ મથકે એક મળી કુલ ચાર ગુના નોંધાય ચુક્યો છે. આમ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application