Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થળ પર અફરાતફરી મચી

  • December 16, 2022 

સુરત શહેરનાં વરાછામાં રચના સ્કુલ પાસે રાતે એક કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે ઘટના સ્થળ પર અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી. ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, વરાછા રોડ પર અર્ચના સ્કુલ પાસે સીતારામ સોસાયટી ખાતે કાપડની દુકાન બુધવારે રાતે બંધ હતી. તે સમયે દુકાનમાં આચાનક આગ ભડકી ઉઠી હતી. જોત જોતામાં આગ ફેલાતા વધુ પ્રમાણમાં ધુમાડા નીકળવા માંડયો હતો. જેના લીધે ત્યાં ભાગદોડ થઇ જવા પામી હતી. આ અંગે કાપડની દુકાનના માલિકને જાણ થતા ત્યાં ધસી ગયા હતા.




આ અંગે ફાયર બિગ્રેડને જાણ થતા કાપોદ્રા, ડુંભાલ અને પુણાગામ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયરના જવાનો કાફલો ઘટના સ્થળે દોડયો હતો. બાદમાં ફાયરજવાનોએ પાણીનો છંટાવકરી આગ ફેલાવવા દીધી નહી અને આગ પર અડધો કલાકમાં કાબુ મેળવ્યો હતો. જેથી આજુ બાજુની દુકાનોને બચાવી લીધી હતી. જયારે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની સકયતા છે. જયારે આગના લીધે કાપડનો જથ્થો, ટેબલ, ખુરશી, પંખો, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ એવુ ફાયર ઓફિસરે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application