બારડોલી નગરનાં મરીમાતા વિસ્તારમાં BSNLનું ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં બપોરના સમયે ભંગાણ થયું હતું ભંગાણ થતાં જ ગેસ લીકેજ થયો અને અફરાતફરી સર્જાઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર પહોંચી મોટો અકસ્માત થતો ટકાવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, બારડોલીનાં મરીમાતા વિસ્તારમાં માધવ નગર નજીક બપોરનાં સમયે BSNL દ્વારા ખોદકામ થઈ રહ્યું હતું.
તે સમયે નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેથી આ વિસ્તારમાં અચાનક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ઘટના સ્થળે પહોંચું હતું અને ગેસ કંપનીનાં અધિકારીઓને બોલાવી ગેસનો પુરવઠો બંધ કરાવી લાઇનનું રિપેરિંગ કરાવ્યૂ હતું. જોકે અડધો કલાક જેટલો સમય ગેસ પુરવઠો ખોરવાયો હતો સદનસીબે મોટી હોનારત ટાળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application