સુરતનાં માંગરોળ તાલુકાનાં નવાપરા મોટા બોરસરા ખાતે આવેલ એક કંપનીમાં કામ કરતાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જયારે મૃતક યુવક આર.પે.ફ્રુટસ કંપની (પાર્લેજી) કંપનીમાં કામ કરતો હતો અને કંપનીના રૂમ નં-16માં રહેતો રોહિત સિંગ રામરાજ સિંગ (મૂળ રહે. સુંદરપુરા થાના, જિ.બિંદા એમ.પી) નો વતની હતો.
તે રૂમમાં એકલો હોય તેણે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી કોઈ અગમ્ય કારણસર પંખા સાથે કપડુ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે અનવર અંસારીએ કોસંબા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application