સુરતનાં પલસાણા ખાતે ભીંડી બજારમાં આવેલ નટરાજ એપાર્ટમેન્ટનાં ચોથા માળેથી નીચે પટકાયેલ 7 વર્ષીય બાળકને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા ખાતે ભીંડી બજારમાં નટરાજ એપાર્ટમેંટમાં રહેતા કનૈયા પ્રસાદનો 7 વર્ષીય પુત્ર અર્જુન બિલ્ડીંગના ચોથા માળેથી આકસ્મિક રીતે નીચે પડી ગયો હતો.
જેને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application