સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં આવેલ અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-2માંથી એક શખ્સની માથા અને મોંઢાના ભાગે લાકડાના ફટકા મારી મોઢું છુંદી નાંખેલી હાલતમાં ઘાતકી હત્યા થયેલી લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી હતી. બનાવ અંગે અમરોલી પોલીસને જાણ દોડતી થઇ ગઇ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમરોલી-સાયણ રોડ સ્થિત અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-2માં ભગવાન મેશની સામે ખુલ્લા મેદાનમાંથી અજાણ્યા શખ્સની માથા અને મોઢું છુંદાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા તુરંત જ અમરોલી પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે પોલીસને લાશ નજીકથી લાકડાનાં ફટકો અને 1 નંગ મોબાઇલ મળી આવ્યો હતો.
જયારે પોલીસે મૃતકની ઓળખ માટે સ્થાનિક વિસ્તારમાં તપાસ કરવા ઉપરાંત CCTV ફૂટેજ પણ ચેક કર્યા હતા. જેમાં મધરાતે મૃતક યુવકને કેટલાક યુવકો બેરહમી પૂર્વક મારી રહ્યા હોવાનું CCTVમાં નજરે પડતા તેના આધારે તપાસ હાથ ધરી હતી. વધુમાં મૃતક અંજની ઇન્ડસ્ટ્રીઝનાં લુમ્સ કારખાનામાં નોકરી કરતો વિજય ઉદય મહારાણા (ઉ.વ.46, મૂળ રહે.દંગાપદર,તા.ધુમુસર,જિ.ગંજામ,ઓડીશા)ના હોવાનું બહાર આવ્યું હતું.
પરંતુ વિજયને ફટકા વડે બેરહમી પૂર્વક મારમારી રહેંસી નાંખનાર રત્નાકર ઉર્ફે બાબુ પ્રધાન, રવિન્દ્ર પ્રધાન, પપ્પુ ઉર્ફે પાંડા અને મનોજ ઉર્ફે પવન પ્રધાન સહિત પાંચથી છ જણાએ મારમાર્યાનું નજરે જોનાર સાક્ષી પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે રત્નાકર સહિત તમામ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500