મૂળ બિહારનાં નાલંદા જિલ્લાનાં દિલસાનાં નિવાસી અને હાલ પલસાણા ચાર રસ્તા ખાતે આવેલ કનકશ્રી રેસિડેન્સીમાં રહેતા પ્રમોદ કુમાર દ્વારકાસિંગ કુર્મી (ઉ.વ.44) નાઓ મિલમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને પત્ની રંજુદેવી તેમજ 2 દીકરી અને 2 દીકરા કુલ 4 સંતાનો સાથે રહેતા હતા. જેમાં તમામ સંતાનો પલસાણા ખાતેની આર.કે.ભટ્ટ સ્કૂલમાં ભણતા હતા જે સંતાનો પૈકી 7 વર્ષય પ્રકાશ કુર્મી બુધવારનાં રોજ શાળાએથી પોતામાં મિત્ર સાથે આવી રહ્યા હતા.
તે સમયે પોતાના ઘર નજીક જ વિરદેવ કંપની આગળ સર્વિસ રોડ પર પલસાણા ચાર રસ્તાથી પલસાણા ગામ તરફ જતા ટાટા મેજીક ફોર વિલ GJ/19/U/1244 નાઓએ પ્રકાશને ટક્કર મારતા પ્રકાશને તત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવ્યો જ્યા ફરજ પરના તબીબે પ્રકાશને મૃત ઘોષિત કરતા પ્રકાશના પિતા પ્રમોદ કુર્મીએ ટાટા મેજીક ફોરવિલ ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application