Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં તરકાણી ગામેથી જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા

  • February 23, 2023 

મહુવાનાં તરકાણી ગામની સીમમાંથી તીન પત્તિના 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જયારે એકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાનાં તરકાણી ગામની સીમમાં નવા ફળિયા નજીક મોહનભાઈ હરિજનના ઘરનાં પાછળનાં ભાગે ખેતરમાં આવેલ આંબા ના ઝાડ નીચે તીન પત્તિનો જુગાર રમાતો હોવાની બાતમી મહુવા પોલીસને મળી બાતમી આધારે મહુવા પોલીસે રેડ કરતા સ્થળ પરથી 5 નંગ મોબાઈલ અને મોટરસાયકલ 5 તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,57,420/-નો મુદ્દામાલ જપ્ત કરી 10 જેટલા ઇસમોની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application