બારડોલીનાં ભુવાસણ ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ભુવાસણ ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં સોમવારે પ્રાર્થના સભામાં બે વિદ્યાર્થિનીની ગેરહાજરી નોંધાઈ હતી.
તપાસ દરમિયાન 16 વર્ષીય રાધિકા નામની વિદ્યાર્થિનીએ આશ્રમનાં ત્રીજા માળે નવા બની રહેલા બાથરૂમમાં દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આશ્રમ શાળાના સંચાલકોએ આ અંગે પોલીસ, શાળાનાં ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થિનીનાં વાલીને જાણ કરી હતી. હાલ પોલીસે શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લેવાનું શરૂ કરી દીધું છે. આપઘાતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.
વધુમાં તારીખ 23મી માર્ચે જામનગરના હાપા વિસ્તારમાં રામદેવપીરના મંદિર નજીક 15 વર્ષીય દીક્ષિતા સોયગામાએ આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ પોલીસમાં આપેલા નિવેદન અનુસાર, શાળાના શિક્ષકે તરૂણીનો બેગ ચેક કરતા તેમાંથી મોબાઈલ મળ્યો હતો. આ દરમિયાન તરૂણીએ શિક્ષકને કહ્યું હતું કે, પિતા તથા મારી દાદીને આ બાબતની જાણ ન કરતા તે મને મારશે. આ ઘટના બન્યા બાદ સતત ગુમસુમ રહેતી તરૂણીને મનમા લાગી આવ્યું અને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500