સુરત શહેરનાં ઉધના વિસ્તારમાથી એક પીડિત મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કરી જણાવ્યુ કે મારા પતિ, સાસુ-સસરા મારી છોકરીને આપતા નથી જેથી 181 અભયમની મદદની જરૂર છે. જેથી કોલ મળતા જ 181 અભયમ ઉમરા ટીમ ઘટના સ્થળે પહોચતા જાણવા મળેલ હતું કે, પીડીત બહેન સાથે તેમના સાસુ અવાર-નવાર બોલચાલ અને ઘર કામ કરવા બોલચાલ થતા તેમના પતિ અને સાસુએ મારઝૂડ કર્યું હતું અને પીડિતા પાસેથી બાળકને છીનવી લઈ પીડિતાને ઘર બહાર કાઢી મૂકી હતી અને તેમના પતિ બાળકને આપતા પણ નથી.
આમ, પીડીતા બાળક લેવા સાસરીમાં આવ્યા હોવાથી પીડિત બહેનને રાખવાની ના પાડે છે અને બાળકને લઈ જવાની ના પાડી હતી. પીડીતાને મારપીટ કરી ઘરમાથી કાઢી મુકેલ હોવાથી તેમને દિકરીને સાસરીમાં લેવા જતા ઝગડો થયેલ જેથી 181 પર કોલ કરી મદદ લીધી હતી. આમ, પીડિત બહેન સાથે વાતચીત કરતા તેમના પતિ, સાસુનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું અને બંને પક્ષોને સમજાવેલ હતું. તેમજ પીડિત બહેનના પતિને કાયદાકીય સમજણ આપેલ અને ૪ માસના બાળકનું ભવિષ્ય ના બગડે તેની સમજણ આપતા તેમના પતિને ફરી સાથે રહેવા માટે જણાવેલ હતું.
પીડીતા પતિ સાથે રહેવા માંગતા ન હોય જેથી પતિ બાહેધરી આપતાં પીડિત બહેનના પતિ રાજીખુશીથી દિકરીને તેમના પત્નીને આપે છે. પીડિતાના પતિ હવે પછી પત્ની સાથે દિકરી નાની હોવાથી ઝગડો નહી કરે તેમ જણાવતા પીડીતાએ જણાવેલ કે, હાલ પતિ સાથે સમાધાન કરી દિકરીને લઈ માતા સાથે ઘરે જાય છે. તેમ જણાતા હાલ પતિ સાસુ સસરાના હાજરીમાં પીડિતા માતા સાથે ઘરે ગયેલ આમ પતિ પત્નીનું સાસરીયામા સુ:ખદ નિરાકરણ કરવામાં આવેલ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500