સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામની સીમમાં વેગનઆર કારે મોપેડને જોરદાર ટક્કર મારતા યુવક-યુવતીનાં કરુણ મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, માંડવીથી કીમ તરફ જવાના રોડ પર ક્રિષ્ના ફાર્મના પાટિયા પાસે બન્યો હતો. જેમાં પ્રકાશભાઈ જયંતિભાઈ પટેલ વેગનઆર કાર ચલાવી રહ્યા હતા. તે સમયે સામેથી આવતી મોપેડ બાઈકને ટક્કર મારી હતી.
જોકે આ ટક્કરમાં મોપેડ પર સવાર સુમિત વિીરસિંગ ચૌધરી (રહે.રામેશ્વર કોમ્પ્લેક્સ, ક્રિકેટ મેદાનની સામે માંડવી, મૂળ રહે.આશ્રમ ફળિયું, પુના,માંડવી) અને તેની પાછળ બેસેલ દીપિકાબેન કરશનભાઈ ચૌધરી (રહે.સઠવાવ ગામ, બેડી ફળિયું, માંડવી)ને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના મોત થયા હતા. આ ઘટના અંગે મૃતક સુમિતના પિતા વીરસિંગભાઈ વસાભાઈ ચૌધરીએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેગનઆર કારના ચાલક પ્રકાશભાઈ જયંતિભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500