Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદ ગામનાં દુકાનદાર સાથે લાખો રૂપિયાની ઓનલાઈન ઠગાઈ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • March 28, 2025 

સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાના કડોદ ગામમાં ફૂટવેરની દુકાન ચલાવતા દુકાનદારના મોબાઈલ ફોન પર ફેસબુક મેસેન્જર પર ગીફ્ટમાંઆઈફોન લાગ્યો હોવાની લોભામણી લાલચ આપીને રૂ.૮.૭૩ રૂપિયા ચાઉં કરી લીધા હતા. મળતી માહિતી મુજબ, માંડવીના ગોદાવાડી ગામનાં વેપારી રિપલકુમાર સુરેશભાઈ પટેલ કડોદ ગામે ફૂટવેરની દુકાન ચલાવે છે.


ફરિયાદ જણાવ્યા મુજબ, તારીખ ૧૯/૨/૨૦૨૫થી તારીખ ૨૬/૨/૨૦૨૫ દરમિયાન અજાણ્યા આરોપીઓએ ઓનલાઈન માધ્યમથી જમ ઝમ ઈલેકટ્રોનિક્સના નામે રિપલકુમારનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ સ્પેશિયલ ઓફરમાં તેમને ગીફ્ટ લાગી હોવાનુ જણાવી તે ગીફ્ટ મેળવવા માટે વારંવાર વોટ્સએપ કોલ કર્યા હતા અને અમે તમને આઈફોન ૧૪ પ્રો મેક્સ ગીફ્ટ કરીએ છીએ. તમારું ગીફ્ટ મુંબઈ કુરિયરની હેડ ઓફસ પર મોકલી દેવામા આવ્યુ છે. એમ કહી નામ સરનામુ માંગ્યુ હતું.


ત્યારબાદ તેમણે પાર્સલની ડિટેઈલ માંગી હતી અને ગીફ્ટ છોડાવવા માટે પ્રથમ ૬ હજાર મોકલવા પડશે એમ કહેતા રિપલે ૬ હજાર રૂપિયા આપેલા એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અલગ અલગ રીતે રૂપિયાની માંગણી કરી હતી. આ ઉપરાંત બે અલગ અલગ ગાડીના ફોટો મોકલી એ પણ ગીફ્ટ હોવાનું જણાવી બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. અંતે રિપલકુમારે આરોપીઓના કહેવામાં આવીને અલગ અલગ સમયે ફોન પે, ગુગલ પે અને બેંક મારફતે કુલ રૂપિયા ૮,૭૩,૮૭૫/ની ચુકવણી કરી હતી. કોઈ ગિફ્ટ નહીં આવતા તેમને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. આમ બનાવ અંગે બારડોલી રૂરલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application