અમેરિકામાં ન્યુ ઓર્લિન્સ બાદ હવે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં લગભગ 11થી વધુ લોકોને ગોળી મારી દેવાયાનો દાવો કરાયો છે. અહેવાલ અનુસાર ન્યૂયોર્કના ક્વિન્સ વિસ્તારમાં આવેલી અમેઝર નાઈટ ક્લબમાં આ ઘટના બની હતી. જ્યાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દેતાં લગભગ 13થી વધુ લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અમે અમેઝર ઈવેન્ટ હોલમાં ફાયરિંગ થયાની જાણકારી મળી હતી. આ હુમલામાં ત્રણ અન્ય લોકો ઘાયલ હોવાની જાણકારી છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળને ઘેરીને વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં બે લોકો સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હજુ સુધી કોઈ હુમલાખોર હાથમાં આવ્યો નથી. અમેરિકામાં નવા વર્ષની શરુઆત લોહિયાળ આતંકવાદી હુમલા સાથે થઈ હતી. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લિન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે પિક-અપ ટ્રક લઈ એક હુમલાખોર ઉજવણી કરતાં લોકોની ભીડ પર ફરી વળ્યો હતો. બાદમાં તેણે ભીડ પર અંધાધૂંધ ગોળીબાર પણ કર્યો. આ ઘટનામાં 15 લોકોના મોત થયા હતા, જ્યારે 30થી વધુને ઇજા થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application