વ્યારાનાં ચાંપાવાડીની મેરાલી યાહા એન્ટરપ્રાઈ ઓપીસી પ્રા.લી. પાસેથી ટેન્ડર પ્રક્રિયામાં ટેન્ડર મળવાની અપેક્ષા હોય ટેન્ડર મુજબના બંક બેડ બનાવવાનો ઓર્ડર આપવા માટે એડવાન્સ ટોકન પેટે રૂપિયા ૧૦ લાખ સુરતની સાંઈ એન્ટરપ્રાઈ સને આપ્યા હતા. પરંતુ સુરતની કંપનીએ માલ-સામાન સમયમર્યાદામાં પુરો નહીં પાડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી તથા ટોકનનાં નાણાં લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરીયાદ કાકરાપાર પોલીસ મથકે નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ચાંપાવાડી ગામનાં રહીશ રાજેન્દ્રસિંહ એમ.ચૌહાણ ડાયરેકટર તરીકે મેરાલી યાહા એન્ટરપ્રાઈસ ઓપીસી પ્રા.લી.એ કાકરાપાર પોલીસ મથકે ફરીયાદમાં જણાવેલ છે કે, ગત તારીખ ૨૧/૧૨/૨૦૨૪ નારોજ ઈન્ટરનેશનલ બીઝનેસ સેન્ટર પીપલોદ ખાતે સ્ટારબક્સ કોફી કેફેમાં કાર્તિકકુમાર રમેશચંદ્ર મુજડીયા (રહે.બી-૧૦૨, રોયલ રેસી.મહાલક્ષ્મી મંદિરની સામે, આનંદ મહલ રોડ, અડાજણ સુરત) સાથે મુલાકાત કરી ટેન્ડર પ્રક્રિયામાં ટેન્ડર મળવાની અપેક્ષા હોય ટેન્ડર મુજબનાં બંક બેડ બનાવવાનો ઓર્ડર આપવા માટે નેટ બેકીંગ દ્વારા એડવાન્સ ટોકન પેટે રૂપિયા ૧૦ લાખ શ્રી સાંઈ એન્ટરપ્રાઈસને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
જોકે ટેન્ટર પ્રક્રિયામાં રાજેન્દ્રસિંહની કંપનીનું ટેન્ડર લાગી જતાં તેમજ સદર પ્રક્રિયામાં કાર્તિકકુમાર મુજડીયા પ્રતિસ્પર્ધી હોય તેમ છતાં બંક બેડ બનાવવા એડવાન્સ રૂપિયા ૧૦ લાખ આપી તથા બાકીની ૫૦ ટકા રકમ આપવા અવારનવાર પ્રયત્ન કરવા છતાં કાર્તિકકુમારે મોબાઈલ નંબરો બ્લોક કરી દીધા હતા. તેમજ ટેન્ડરનો માલસામાન સમયમર્યાદામાં પુરો નહીં પાડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી એડવાન્સ ટોકનનાં રૂપિયા ૧૦ લાખ લઇ કાર્તિકકુમારે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી તથા નાણાં પરત નહીં કરી ગુન્હો કર્યાની ફરિયાદ તારીખ ૧૫/૦૪/૨૦૨૫ નારોજ કાકરાપાર પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500