પાંડેસરામાં રહેતી 16 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવક ભગાડી ગયો હતો. જોકે સગીરાને વિધર્મી યુવકે મારમારી બળાત્કાર પણ કર્યો હતો. આ ઘટનામાં ડિંડોલી પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ લઈ આરોપી તૌફીક જહાંગીર પટેલ (ઉ.વ.21, રહે.પદમાવતી સોસાયાટી,લિંબાયત) સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું કે, આરોપી તૌફીકએ લગ્નની લાલચ આપી ગત તા.20મી નાંરોજ સગીરાને તેના ઘરે લઈ ગયો હતો પછી તેની સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા. જયારે સગીરા ના પાડે તો તેને માર મારતો હતો. જેથી કિશોરી કંટાળી ગઈ હતી.
જોકે, પિતાએ બધુ ભૂલી જવા કહ્યું હતું ત્યાર પછી ગત તા.22 નાંરોજ પાછો તૌફીક રિક્ષા લઈને આવ્યો હતો અને ડિંડોલીમાં એક હોટેલમાં કિશોરીને લઈ ગયો હતો. જયા સંબંધ રાખવા દબાણ કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી સગીરાએ કંટાળી 100 નંબર પોલીસને જાણ કરી દેતા ડિંડોલી પોલીસ ત્યાં દોડી આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500