નવસારી એલસીબીએ દમણથી સુરત ટેમ્પોમાં ચોરખાનું બનાવી છૂપાવીને લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની જથ્થો સાથે ચાલકને પકડી પાડયો હતો. સુત્રો પસેથિએ મળતી માહિતી અનુસાર, નવસારીમાં પ્રોહિબિશનનાં ગુના અટકાવવા માટે એલસીબી સ્ટાફનાં અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ વર્ક આઉટમાં હતા.
તે દરમિયાન મળેલ બાતમીને આધારે આમડપોર ઓવર બ્રિજના છેડે મુંબઇથી સુરત તરફ જતી ટ્રેક પર નાકાબંધી કરી હતી. તે સમએ થ્રી વ્હિલ ટેમ્પો નંબર GJ/5/AT8993 આવતા તેને ઉભો રાખી તપાસ કરતા જેમાં ખાલી પુઠ્ઠા ચપટા કરેલા બોક્ષની વચ્ચે ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂ કુલ 466 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 42,200/- હતી.
જોકે ચાલક કોમલસિંઘ દેવસિંગ રાજપૂત (રહે.લિંબાયત, મૂળ રહે. શિરપુર, મહારાષ્ટ્ર)નાની અટક કરી હતી. આ વિદેશી દારૂ સુરતના ગણેશ બાબરાવ પવારે ભરાવી આપ્યો હોવાનું અને તેણે જ મંગાવ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. આમ પોલીસે દારૂ સહિત રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500