Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેડીયાપાડાનાં શરીબાર ગામનાં એક ઘરમાંથી રૂપિયા 2 લાખનાં દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

  • February 20, 2023 

નર્મદાનાં દેડીયાપાડા તાલુકાનાં શરીબાર ગામેથી ઘરનાં આંગણામાં બાંડી શેરડીનાં ઘાસમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. દેડિયાપાડાનાં પી.એસ.આઇ. તથા પોલીસ સ્ટાફનાં માણસો નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા. તે દરમિયાન બાતમી હકિકત મળેલ કે, મહારાષ્ટ્રના ધડગાવના ઉદેસીંગ પાવરા નાએ ઝાકીર રાઠોડ તથા વસીમ રાઠોડ નાઓને આપવા સારૂ શરીબાર ગામે મોહબુડી નાલ ફળીયામાં રહેતા સૌકત રાઠોડના ઘરે દારૂનો જથ્થો ઉતારલ છે.





તેમજ તેના ઘરની બહાર બાંડી શેરડીના ઘાસમાં સતાડી રાખેલ છે. જે બાતમી આધારે પંચો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ 2,064 જેની કિંમત રૂપિયા 2.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સૌકત રાઠોડની ધરપકડ કરી છે, જયારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application