Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેડિયાપાડાનાં માલ ગામે થયેલ મારામારીમાં ચાર આરોપીઓને એક વર્ષ કેદની સજા

  • February 08, 2023 

નર્મદાનાં ડેડિયાપાડા તાલુકાનાં માલ ગામે દારૂની બાતમી આપવા સંદર્ભમાં થયેલી મારામારીમાં ચાર આરોપીને એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. માલ ગામનાં ફૂલસિંગ રામાની ફરિયાદ મુજબ તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલું આવાસ બનાવી રહયાં હતા. તે સમયે ગત તારીખ 22મી મેના રોજ દામા વસાવા, રમેશ વસાવા, અમરસિંગ વસાવા અને મહેશ વસાવાએ હાથમાં લાકડીઓ લઈ આવીને મારામારી કરી હતી.






આરોપીઓએ તમારી સાથે જમીનનો વિવાદ ચાલે છે અને પોલીસને દારૂ બતાવો છો. તેમ કહી બાતમી કેમ આપેલી? તેમ જણાવી રામા નકટિયા તથા રીનાબેન રામાને અપશબ્દો બોલી ઘરમાં સળગાવી મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. ત્યારબાદ અમરસિંગ નકટિયાએ લાકડીથી રામાને કમરના પાછળના ભાગે માર્યું તથા રીનાબેન રામાને માથાના ભાગે માર માર્યો હતો. તે દરમિયાન વિરસિંગ રામા તથા સાહેદ ગુલાબ રામા વચ્ચે પડતા રમેશ દામાએ ફરિયાદને લાત મારી તથા અમરસિંગ નકટિયાએ લાકડીથી ગુલાબને મારતા ઇજા પહોંચી હતી.






તે વખતે મહેશ અમરસિંગે ઉપરાણું લઇ મહેશ અમરસિંગ પર પત્થર ફેંકતા રીનાબેનને કોણીના ભાગે ઇજા પહોંચી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ કેસ ડેડીયાપાડા એડિશનલ ચીફ.જ્યુ.મેજી. મૃગેશકુમાર ભાવસારની કોર્ટમાં ચાલતા ફરિયાદી તરફે એ.પી.પી. એમ.જી.ચૌહાણ તથા ફરિયાદીનાં ખાનગી વકીલ એમ.જી.કુરેશીની ધારદાર દલીલો ગ્રહ્યો રાખી આરોપી દામા નકટીયા વસાવા, રમેશ દામા વસાવા, અમરસિંગ નકટિયા વસાવા અને મહેશ અમરસિંગ વસાવાને એક વર્ષની સાદી કેદ તથા રૂપિયા 500નો દંડ કરતો હુકમ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application