નર્મદાનાં ડેડીયાપાડા તાલુકાનાં ખટામ ગામે જમીનનાં ભાગ બાબતે ત્રણ ભાઈઓએ ભાઇ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર. સંજય નારસીંગભાઇ વસાવા (ઉ.વ. 27, ધંધો-ખેતી, રહે.ખટામ) નાએ આપેલી ફરિયાદ મુજબ તેમના બનેવી મંછીભાઇ ડુંગરીયાભાઇ વસાવા પોતાના ઘરના આંગણામા હતા. તે વખતે તેમના ભાઈઓમાં ભયજી ડુંગરીયાભાઇ વસાવા, કરશન ડુંગરીયાભાઇ વસાવા, દામજી ડુંગરીયાભાઇ વસાવા ત્રણેય (રહે.ખટામ ગામ, નિશાળ ફળીયું, તા.દેડીયાપાડા જિ.નર્મદા)નાંએ મંછીભાઇ ત્યાં આવી અમો તમોને જમીનનો હિસ્સો આપવાના નથી. તેમ કહી ઝઘડો કરી મંછીભાઇ ડુંગરીયાભાઇ વસાવાને માર મારી ઈજાઓ કરી ત્યાંથી જતા જતા આ મંછીભાઇને કહેતા હતા કે, આજે તો તમે બચી ગયા છો અને બીજીવાર આ જમીન બાબતે અમારી પાસે માંગણી કરશો તો અમે તમને જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application