Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : બસમાંથી રૂપિયા 16.61 લાખનાં હિરાની ચોરી કરનાર બે યુવકોને પોલીસે CCTV ફૂટેજનાં આધારે ઝડપી પાડ્યા

  • October 04, 2022 

રાજપીપળા બસ સ્ટેન્ડ ખાતે છોટાઉદેપુર-સુરત બસનાં ડ્રાઇવર ઇમ્તીયાઝ અહેમદ મકરાણી કે જેઓ છોટાઉદેપુર મકરાણી મહોલ્લાના રહેવાસી છે. જોકે ડ્રાઇવર શીટ નીચે 16.61 લાખનાં હીરા ભરેલું પાર્સલ મુક્યું હતું. રાજપીપળા એસ.ટી. ડેપો આવી ચા-નાસ્તો કરવા માટે ઉતર્યા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે બસમાં ડ્રાઇવરની શીટ નીચે મુકેલું 16.61 લાખના હીરા ભરેલ પાર્સલવાળી બેગની ચોરી કરી ભાગી છૂટવાની ઘટના બનવા પામી હતી. આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં ચોરોને ઝડપી પાડ્યા હતાં.




મળતી માહિતી મુજબ, રાજપીપળા એસ.ટી. ડેપોનાં CCTV ફુટેજ ચેક કરતાં એક સફેદ શર્ટમાં કાળી લાઇનીંગવાળો ઇસમ ચોરી કરતો જણાયું હતું. આ દરમિયાન રાજપીપળા ટાઉન LCB સહિત વાહન ચેકીંગમાં ભાણદ્રા ચોકડી ખાતે હતા. તે દરમિયાન બે ઇસમો મોટરસાયકલ લઇને આવતાં તે શંકાસ્પદ લાગતાં તેમના વાહનના નંબર GJ/34/5179ની હોય તેમનું નામઠામ પુછતાં પ્રવિણભાઇ શંકરભાઇ રાઠવા (ઉ.વ.29,રહે.ચંદનપુરા ગઢ, બોરીયાદ, નસવાડી) તથા બીજા ઇસમનું નામ અનેશભાઇ જગનભાઇ રાઠવા (ઉ.વ. 23, રહે.નાખલ તા.કવાંટ) આમ બંને યુવકો છોટાઉદેપુરનાં જિલ્લાનાં હોવાનું જાણવા મળ્યું હતું.




જોકે આ યુવકોની તપાસ કરતાં તેમની પાસેથી હીરાના પાર્સલવાળી બેગ મળતાં તેમની વિશેષ પુછપરછ કરતાં તેઓએ આ બસના ડ્રાઇવરની રેકી કરી તેના મિત્ર સાથે મળી આ હીરા ભરેલ બેગ રાજપીપળા એસ.ટી. ડેપોમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ હીરા તેઓ સુરત ખાતે વેંચવા માટે જવાનું કબુલાત કરતા તેમની પાસેથી હીરાના પાર્સલ નંગ-4 જેની કિંમત રૂપિયા 16,61,000/-ના તથા એક મોટરસાયકલ તથા 1 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 17,16,000/- મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે રાજપીપળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application