Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેડીયાપાડાનાં માલ ગામે વિજળી પડતાં 2નાં મોત, 5 લોકો ઈજાગ્રસ્ત

  • September 12, 2022 

ડેડીયાપાડા તાલુકાની માલ ગામની સીમમાં ગતરોજ બપોરનાં 2.30 કલાકનાં સમયગાળા દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડતો હતો. તે દરમિયાન માલ ગામની સીમ નજીક આવેલ ખેતરમાં ઝૂંપડું હતુ. જેમાં ખેતીકામ સમયે વરસાદ આવતા આશ્રય લેવા માટે સાત વ્યક્તિઓ બેઠા હતા. તે દરમિયાન ઝુંપડામાં વિજળી પડતા બે વ્યક્તિઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.




જોકે બપોરે વીજળી પાડવા સાથે ભારે વરસાદ પડતાં ખેતરમાં કામ કરી રહેલા સાત લોકો નજીક આવેલી ઝુપડીમાં આશરો લઈ રહ્યા હતા. જોકે આ સમયગાળામાં અહી વીજળી પડતા જ બે લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે પાંચ જેટલા લોકોને ઇજાઓ પોહંચી હતી, જયારે ઈજાગ્રસ્તોને સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા.




વિજળીમાં મૃત્યુ પામેલા બે જણા  


1.વસાવા બાજુબેન અમરસીંગભાઇ (રહે.માલ, ડેડીયાપાડા),

2.વસાવા દિનેશભાઇ અજમાભાઇ (રહે.સામોટ ગામ).




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application